• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

૨૦ જૂન થી - ધ ગુજમોમ શો ..ટેલીવિઝન પર

આપ  જાણતા જ હશો કે  ગુજરાત ની કુલ વસ્તી અંદાજે ૬ કરોડ.! 40%થી વધુ યુવા લોકો 18 થી ૪૦થી નીચેની વયના ! અને આપણી આરોગ્યની મોટાભાગની સમસ્યાઓનું મૂળ – અજ્ઞાન અને અધૂરી જાણકારી !

દેશ-વિદેશ ના પ્રખ્યાત ડોકટરો ગુજરાતી ..! પણ તેમનાં જ્ઞાનને સચોટ રીતે ઘરે ઘરે કેવી રીતે પહોંચાડવું ? પુસ્તકો અને ન્યુઝપેપર માત્ર દ્રશ્ય માહિતી આપી શકે. પણ દ્રશ્ય અને શ્રાવ્ય રૂપમાં અને સંપૂર્ણ પણે વૈજ્ઞાનિક રીતે માહિતી માટે ટેલિવિઝન અને ઈન્ટરનેટ કદાચ આવું માધ્યમ છે પણ સંપૂર્ણ ગુજરાતી નહિ.! વળી ગુજરાતી ભાષામાં કુલ અંદાજે 11 ટીવી ચેનલો પણ સગર્ભાવસ્થા-નવજાત શિશુઓ કે બાળકો ને સંપૂર્ણ સમર્પિત ગુજરાતી ભાષામાં કોઈ ટીવી શો નહી...!

 

શિશુનં નામ કરણ - A Name Hunt

બાળકનો જન્મ થતા અનેક ખુશી આવે અને હરખની હેલી ઘર- પરિવારમાં ફરી વળે.!! હવે ચાલુ થાય નામની શોધ...ધ નેમ હંટ ...!પ્રસ્તુત છે નવા માતાપિતાની નેમ હન્ટ કે નામ ખોજ માં ઉપયોગી ટીપ્સ ....!

 

ગુજમોમ ટીવી : હવે ગુજમોમની you tube channel

હવે ગુજમોમ ના અવનવા શિશુ સંભાળ અને માતૃત્વ સંબધી વિડીયો : યુ ટ્યુબ પર જોઈ શકાશે. આજે જુઓ યુ ટ્યુબ પર ગુજમોમ ની ચેનલ... અને સબસ્ક્રાઈબ(subscribe) કરો ફ્રીમાં ... મેળવો દરેક નવા વિડીયો વિશે જાણકારી ...

 

નવજાત શિશુ સંભાળ અંગેની કેટલીક સર્વ સામાન્ય ગેરમાન્યતાઓ

 

નવજાત શિશુ સંભાળ અંગેની કેટલીક સર્વ સામાન્ય ગેરમાન્યતાઓ

1.નવજાત શિશુને કમળો થાય તો માત્ર સૂર્ય પ્રકાશમાં રાખવાથી તે મટી જાય છે.

હકીકત – નવજાત શિશુઓમાં જોવા મળતો સામાન્ય કમળો(un conjugated hyper billirubinemia) 70%થી વધુ શિશુઓમાં જોવા મળે છે. મહદ અંશે શિશુઓ પોતાની શારીરીક ક્રિયાઓ દ્વારા જ આ કમળા પર કાબુ મેળવી લેતા હોય છે.પરંતુ આમાંથી ફોટો થેરાપી કે લોહી બદલવા જેવી સારવાર માત્ર 30% શિશુઓમાં જરુરી બને છે. આ શિશુઓમાં કમળાનું પ્રમાણ જોખમી બને તે પહેલા કાબુમાં લેવુ જરુરી છે. આ માટે જરુરી અલ્ટ્રાવાયોલેટ કિરણો ખાસ પ્રકારની બ્લુ લાઈટ દ્વારા માત્ર ફોટોથેરાપીની મદદથી આપી શકાય છે. સૂર્યપ્રકાશમાં અલ્ટ્રા વાયોલેટ કિરણો હોવા છતા તે સારવાર માટે જરુરી માત્રા માં હોતા નથી આથી કોઈ ખાસ ફાયદો થતો નથી. વળી સૂર્યપ્રકાશ આપવા માટે જો શિશુને ખુલ્લુ રાખવામાં આવે તો તે ઠંડુ પડી જવા સંભવ છે અને આથી વિપરીત જો વધુ ગરમી લાગશે તો પણ શિશુની ત્વચાને નુકશાન થશે અથવા પાણી ઘટી જવાનું પણ જોખમ રહેલુ છે.

 

ભારતીય ટેસ્ટ ટ્યુબ બેબી " 25" ની થઈ...!

 

ટેસ્ટટ્યુબ બેબી અંગેની મહત્વની શોધ ડો. એડવર્ડ અને બ્રિટનના જ વિખ્યાત ગાયનેકોલોજીસ્ટ ડો.પેટ્રીક સ્ટેપ્ટોએ સંયુક્ત રુપે કરી. તેમના પ્રયાસો થી સફળતા પૂર્વક 25 જુલાઈ 1978ના રોજ લેસ્લી અને જોહન બ્રાઉનનું સંતાન પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે અવતર્યુ. બસ એ પછી 32 વર્ષથી અનેક યુગલોને ત્યાં આ પધ્ધતિએ શેર માટીની ખોટ પૂરી કરી છે.દ્વારા કરાઈ હતી ત્યાર બાદ ભારતમાં સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી ડો.ઈંદીરા હિંદુજાના પ્રયાસોથી કે.ઈ.એમ.હોસ્પીટલ ખાતે જન્મયુ હતુ જેનુ નામ હર્ષા હતુ આવુજ એક બાળક બોમ્બે હોસ્પીટલ ખાતે જન્મેલુ. માતા ઉષાનું આ સંતાન એક બાળકી હતુ અને તેનું નામ નંદિની રાખવામાં આવ્યુ હતુ.

 

જોડીયા સંતાનો વિશે (ભાગ 2 )

જોડીયા સંતાનો જ્યારે ગર્ભમાં વિકાસ પામતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ' એક મકાનમાં બે ભાડૂત ' જેવો ઘાટ સર્જાય છે...! બંને ની જરુરીયાત જુદી અને જગ્યા પડે સાંકડી...! ગર્ભમાં બે શિશુ હોવાથી માતાને પણ સામાન્ય રીતે અનુભવાતા એક શિશુ વાળી સગર્ભાવસ્થાથી ઘણા અલગ લક્ષણો પણ મહેસુસ થાય છે.

 


JPAGE_CURRENT_OF_TOTAL
માતૃત્વ અને શિશુ સંભાળની ઉપયોગી માહિતી તમારા મૈલબોક્ષ માં મેળવો.
ન્યુઝ્લેટર સબસ્ક્રાઇબ કરો.Receive HTML?

પ્રસુતિની ડ્યુ ડેઈટ

છેલ્લા માસિકની તારીખ

પ્રસુતિની આશરે તારીખ

જીવનની અલૌકિક ઘટના

khantry design

પુસ્તક સ્વરૂપે

A good book in Gujarati for parents and would be parents

રસીઓ અને રસીકરણ વિશે જાણો

http://www.bal-rasikaran.com